ફેબ્રુઆરીમાં માવઠાની આગાહી. તારીખ 2 3 અને 4 માવઠું આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે. અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભા...
ગુજરાતી સમાચાર હવામાન વિભાગના સમાચાર