ફેબ્રુઆરીમાં માવઠાની આગાહી.
તારીખ 2 3 અને 4 માવઠું
જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે.
અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે.
વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠા થાય એવી શક્યતાઓ છે. જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં 3,4 અને 5 ફેબ્રુઆરીના રોજ અલગ-અલગ વિસ્તારમાં માવઠું થાય એવી શક્યતાઓ રહેલી