🌧️ આજનું હવામાન 25જુન2023 રવિવાર 🌧️
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. આ સાથે જ આજે અમરેલી,બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મોરબી,નવસારી, સુરત, તાપી જેવા જિલ્લાઓમાં પણ 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
આજે ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ
ગુજરાતમાં વરસાદી માહોલ
રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત નર્મદા, તાપી, ડાંગ નવસારી અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે.