તા - ૨૬જૂન ૨૦૨૩ આજનું હવામાન સોમવાર
Edit- kishan
.હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બે દિવસ પહેલા જ રાષ્ટ્રીય રાજધાનીમાં ચોમાસાએ દસ્તક આપી છે. બીજી તરફ મુંબઈમાં ચોમાસું બે સપ્તાહ મોડું પહોંચ્યું છે. હવામાન વિભાગના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે 21 જૂન, 1961 પછી આ પ્રથમ વખત છે કે ચોમાસું દિલ્હી અને મુંબઈમાં એક જ સમયે પહોંચ્યું છે.
.દિલ્હીમાં શનિવારે મોડી રાતે ચોમાસાએ એન્ટ્રી મારી હતી. આ સાથે શનિવારે મોડી રાતથી રવિવાર બપોર સુધી ભારે વરસાદ પડ્યો હતો. વળી, મુંબઈમાં પણ ચોમાસાના આગમનને કારણે ભારે વરસાદ થયો હતો.
.રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ, આજી 2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો છે.
- ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આજી 2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા