🔴🌧️ આજથી ભારે વરસાદની શક્યતા
નમસ્કાર મિત્રો મિત્રો રાજ્યમાં વરસાદ વિરામ લેવાના મૂડમાં નથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.રાજ્યભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા બાદ બે ત્રણ દિવસથી વરસાદ ઓછા પ્રમાણમાં પડી રહ્યો છે. વાતાવરણમાં તો હજુ વરસાદી જ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી આપવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં રેડ એલર્ટ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે
જેમાં આજે રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સાથે રેડ, ઓરેન્જ અને યલો ત્રણ એલર્ટ આપ્યા છે.આજથી ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાની બંગાળની ખાડી ની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે આજથી ગુજરાતમાં ફરી એક વખત નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થવાની છે આજે સવારથી જ અહીં વિસ્તારોમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન જેમ જેમ આગળ વધશે તેમ તેમ ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ કરશે બંગાળના ખાડીની સિસ્ટમ સીધી ગુજરાતના તમામ ભાગોમાં અસર કરતી જોવા મળવાની છે જેના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રમાણે નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આજે અને આવતા બે દિવસ સુધી ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર વાદળોના ઝુંડ આવતાં ધોવા મળ્યા છે વાદળો વધુ મજબૂત અને ખાટા હોવાના કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે બપોર સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે
હવામાન વિભાગે આજ માટે જિલ્લા પ્રમાણે કરેલી આગાહીમાં વડોદરા, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, ખેડા, ગાંધીનગર, સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે.