Skip to main content

Posts

Showing posts from June, 2023

Weather today - weather update 26jun2023

 તા - ૨૬જૂન ૨૦૨૩ આજનું હવામાન સોમવાર  Edit- kishan .હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બે દિવસ પહેલા જ રાષ્ટ્રીય રાજધાનીમાં ચોમાસાએ દસ્તક આપી છે. બીજી તરફ મુંબઈમાં ચોમાસું બે સપ્તાહ મોડું પહોંચ્યું છે. હવામાન વિભાગના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે 21 જૂન, 1961 પછી આ પ્રથમ વખત છે કે ચોમાસું દિલ્હી અને મુંબઈમાં એક જ સમયે પહોંચ્યું છે. .દિલ્હીમાં શનિવારે મોડી રાતે ચોમાસાએ એન્ટ્રી મારી હતી. આ સાથે શનિવારે મોડી રાતથી રવિવાર બપોર સુધી ભારે વરસાદ પડ્યો હતો. વળી, મુંબઈમાં પણ ચોમાસાના આગમનને કારણે ભારે વરસાદ થયો હતો. .રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ, આજી 2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આજી 2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા

તા - 25/6/2023 આજનું હવામાન કેવું રહેશે

  🌧️ આજનું હવામાન 25જુન2023 રવિવાર 🌧️ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. આ સાથે જ આજે અમરેલી,બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મોરબી,નવસારી, સુરત, તાપી જેવા જિલ્લાઓમાં પણ 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. આજે ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ ગુજરાતમાં વરસાદી માહોલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત નર્મદા, તાપી, ડાંગ નવસારી અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે.